સરકાર ટુંક સમયમાં બહાર પાડશે આદેશઃ કેશલેસ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવાનો હેતુઃ એક નિશ્ચિત રકમ બાદ કોઇપણ ખરીદી રોકડેથી થઇ નહિ શકેઃ સરકાર ડિઝીટલ ટ્રાન્ઝેકશનને પ્રમોટ કરવા કેશબેક ઓફર અને સર્વિસ ચાર્જમાં છુટ વગેરે પણ આપશે
નવી દિલ્હી તા.૧પ : મોદી સરકાર દેશમાં કાળા નાણા ઉપર લગામ કસવા માટે રોકડથી ખરીદી કરવાની લીમીટ નક્કી કરી શકે છે એટલે કે એક નક્કી કરેલી રકમથી વધુની ખરીદી તમે રોકડા આપીને ખરીદી નહી શકો.
આવુ કરીને સરકાર કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા માંગે છે. આ માટે ટુંક સમયમાં જ નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક નવી માર્ગદર્શિકા બહાર પાડશે.
આવુ કરીને સરકાર કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવા માંગે છે. આ માટે ટુંક સમયમાં જ નાણા મંત્રાલય અને રિઝર્વ બેંક નવી માર્ગદર્શિકા બહાર પાડશે.
નાણા મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર આર્થિક બાબતોના મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવેલ દરખાસ્ત અનુસાર એક નિヘતિ રકમ બાદ કોઇપણ ખરીદી રોકડેથી થઇ નહી શકે. તમામ ખરીદી ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, મોબાઇલ વોલેટ, એનઇએફટી, આરટીજીએસ, આઇએમ પીએસ જેવા માધ્યમોથી જ થઇ શકશે. આનો સીધો અર્થ એ છે કે, જો સરકારે કેશલેસ ટ્રાન્ઝેકશન માટે મીનીમમ લીમીટ એક લાખ કરી દીધી તો કોઇપણ વ્યકિત એક લાખ રૂપિયાથી વધુનો વ્યવહાર રોકડા આપીને કરી નહી શકે.
આ અંગે પંજાબ નેશનલ બેંકના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારના આ પગલાથી કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. સાથોસાથ ઘરેલુ ઇકોનોમીમાં બ્લેકમની ઉપર નિયંત્રણ આવશે. ટુંક સમયમાં આરબીઆઇ અને નાણાકીય સેવા અંગેના વિભાગ દ્વારા ગાઇડ લાઇન જારી થશે. જેમાં મીનીમમ લીમીટથી લઇને ડીઝીટલ ટ્રાન્ઝેકશનને પ્રમોટ કરવા માટે કેશબેક ઓફર અને સર્વિસ ચાર્જમાં છુટ વગેરેની જોગવાઇ પણ હશે.
૧લી જાન્યુઆરી ર૦૧૬થી બે લાખ રૂપિયાથી વધુના વ્યવહાર પર સરકારે પાનકાર્ડની વિગત આપવાનું ફરજીયાત બનાવ્યુ છે તેમાં તમામ પ્રકારના પેમેન્ટ કરવાની રીત સામેલ છે. નાણા મંત્રાલય આ ઉપરાંત કેશલેસ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે અનેક સગવડ આપવાની પણ તૈયારી કરે છે કે જેથી લોકો ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ઓનલાઇન અને મોબાઇલ બેન્કીંગ થકી વધુને વધુ ખરીદી કરી શકે.